મોરબીના સરકારી આવાસ યોજના નજીકથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે એક ઝડપાયો

 

મોરબી કંડલા બાયપાસ રોડ પર ધ્રુવ હોસ્પિટલ પાછળ આવેલ સરકારીએ આવાસ યોજના નજીકથી યુવાને દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ સાથે ઝડપી પાડી મોરબી એસઓજી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના કંડલા બાયપાસ ધ્રુવ હોસ્પિટલ પાછળ આવેલ સરકારી આવાસ યોજના નજીક એક શખ્સ શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કીમત રૂ.૧૦,૦૦૦ તથા કાર્ટીસ નંગ-૨ કીમત રૂ.૨૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૦,૨૦૦ મળી આવતા આરોપી એજાજ ઉર્ફે અલાઉદીન યુસુફભાઈ સલોટ રહે-ગોંડલ વોરા કોટડા રોડ સબજેલ પાસે આવાસ યોજના વાળો હોવાની કબુલાત આપી હતી તો આરોપી સમીર અનવરભાઈ કંડિયા રહે-સુરેન્દ્રનગર હાજર નહિ મળી આવતા એસઓજી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat