Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયામાંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઝડપાયો

 

માળિયાના ભટ્ટીની વાંઢ વિસ્તારમાં જવાના રસ્તે ગેરકાયેદસર સિંગલ બેરલ દેશી તમંચા સાથે એક શખ્સને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલ કુમાર બંસલ તથા ઇન્ચાર્જ સીપીઆઈ એમ આર ગોઢાંણીયાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પીએસઆઈ એન એચ ચુડાસમાની સુચનાથી પોલીસ સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તથા સંજયભાઈ રાઠોડને બાતમી મળી હતી કે માળીયાની ભટ્ટીની વાંઢમાં વાડા વિસ્તાર જવાના કાચા રસ્તે એક શખ્સ બંદુક સાથે હોવાની બાતમીના આધારે તપાસ કરતા ત્યાંથી આરોપી અલ્લારખા તૈયબભાઈ ભટ્ટીને ગેરકાયદેસર સિંગલ બેરલની હાથ બનાવટની બંદુક સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

 

માળિયા પોલીસની આ કામગીરીમાં પીએસઆઈ એન એચ ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા અને યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે કરેલ છે

Comments
Loading...
WhatsApp chat