મોરબીના લાલપર ગામ નજીકથી ઈંગ્લીશ દારૂની ૪૦ બોટલ સાથે એક ઝડપાયો

 

મોરબી તાલુકાના લાલપર ગામ નજીકથી બાઈકમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે દારૂ અને બાઈક સહીત ૫૧,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીકથી બાઈક જીજે ૩૬ એડી ૯૫૪૫ ના ચાલક કિરીટ ઉર્ફે કાનો વિનોદ સાવરિયા (ઉ.વ.૨૧) રહે કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ મોરબી ૨ વાળાને ઝડપી લીધો હતો અને આરોપીની તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૪૦ મળી આવી હતી જેથી પોલીસે ૧૬,૦૦૦ નો દારૂ તેમજ બાઈક જીજે ૩૬ એડી ૯૫૪૫ કીમત રૂ ૩૫૦,૦૦૦ મળીને કુલ રૂ ૫૧ હજારનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat