Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના જોન્સનગર પાસેથી ગેરકાયદેસર પિસ્તલ અને ૨ જીવતા કાર્ટીસ સાથે એક ઝડપાયો

મોરબીના જોન્સનગર વિસ્તારમાંથી એસઓજી ટીમે એક ઈસમને ગેરકાયદેસર હથિયાર પિસ્ટલ નંગ 1 અને ૨ નંગ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના જોન્સનગરના ઢાળિયા પાસેથી આરોપી એઝાજ યુનુસ ફલાણી (ઉ.વ.૨૧) રહે રાજકોટ કોઠારિયા સોલ્વન્ટ નુરાનીપરા મૂળ કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ નંગ 1 અને ૨ જીવતા કાર્ટીસ સાથે ઝડપી લઈને કુલ રૂ ૧૦,૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે કામગીરીમાં એસઓજી ટીમના રણજીતભાઈ બાવડા, કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, શેખાભાઈ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઈ ગરચર, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભાવેશભાઈ મિયાત્રા સહિતની ટીમ જોડાયેલ હતી

Comments
Loading...
WhatsApp chat