Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના રાણેકપર ગામના પાટિયા નજીક બે કાર અથડાતા એકને ઈજા

 

વાંકાનેર મોરબી હાઈવે પર રાણેકપર ગામના પાટિયા નજીક ફોર વહીલ કારે અન્ય કાર સાથે પોતાની કાર ભટકાડીને કાર ચાલકને ઈજા કરી હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસમાં નોંધાઈ છે

 

 

મળતી માહિતી મુજબ વાંકાનેરના ધમલપર ગામે રહેતા હુસેનભાઈ અલાઉદીનભાઈ દેકાવાડીયા (ઉ.૫૩) એ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી એક્સેન્ટ ફોર વહીલ કાર જીજે ૧૦ બીઆર ૨૨૬૬ ના ચાલકે પોતાની કાર પુર ઝડપે ચલાવીને વાંકાનેર મોરબી હાઈવે પર રાણેકપર ગામના પાટિયા નજીક ફરિયાદી હુશેનભાઈની કાર જીજે ૩૬ એલ ૨૪૯૨ સાથે ભટકાડી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat