વાંકાનેરમાંથી દેશી તમંચો અને ત્રણ કાર્ટીસ સાથે એક ઇસમ ઝડપાયો

એસઓજી ટીમે આરોપીને ઝડપી કાર્યવાહી કરી

વાંકાનેર શહેરી વિસ્તારમાંથી એસ.ઓ.જી ની ટીમે એક શખ્સ ને દેશી તમચા અને ત્રણ કાર્તિસ સાથે ઝડપી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા સૂચનાથી જિલ્લામાં ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને તાજીય જેવા મોહત્સવ ચાલી રહ્યા ત્યારે સુરક્ષા ને ધયનમાં લઈ ને એસ.ઓ.જી ટિમ વાકાનેર શહેરી વિસ્તારમાં પેટ્રોલિગમાં હતી ત્યારે ખાનગી રહે હકીકત મળી હતી કે ભાટિયા સોસાયટીમાં આવેલ પ્રાથમિક શાળાના દરવાજા પાસેથી પ્રદ્યુમ્નસિંહ ઉર્ફે ભોલો કર્ષણસિંહ રઘુવશી ને એક દેશી તમચો અને 3 કાર્તિસ સાથે રૂપિયા ૫૩૦૦ ના મુદમાલ સાથે ઝડપી ને વાકનેર પોલીસ સ્ટેશન ગુનો નોંધાવ્યો હતો અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે આ હથિયાર કયાથી આવ્યું કેટલા સમયથી હથિયાર શખ્સ પાસે હતું અને ક્યાં હેતુથી હથિયાર રાખ્યું હતું તેની તપાસ પોલીસ ચલાવી રહી છે

Comments
Loading...
WhatsApp chat