નવાગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ-બીયર સાથે એક ઈસમ ઝડપાયો

માળીયાના નવાગામના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોય જે બાતમીને આધારે પોલીસે દરોડો કરીને વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી લઈને આરોપીની અટકાયત કરી છે

જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસની ટીમ આજે પેટ્રોલીગમાં હોય દરમિયાન નવાગામ ખાતે રહેતા નસીર યુસુફ જામનાં રહેણાંક મકાનમાં બાતમીને આધારે દરોડો કરતા વિદેશી દારૂ બોટલ નંગ ૨૪ કીમત ૯૬૦૦ અને બીયર ટીન ૧૬૦ કીમત ૧૬૦૦૦ મળી કુલ ૨૫,૬૦૦ નો મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat