Billboard ad 1150*250

રાણેકપર પાસે નદીમાં નદીમાં નાહવા ગયેલા બે મિત્રો પૈકી એક નું ડૂબી જતા મોત

0 338

બનાવની મળતી વિગત અનુસાર વાંકાનેર નજીકના વાકિયા ગામ અને રાણેકપર ગામ નજીક મચ્છુ નદીના સામાકાઠા પર આવેલા ગામો છે તેમાંથી વાકિયા ગામ માં રહેતા સોયબ અબ્દુલભાઈ શેરસીયા (ઉ.વ. ૨૦) તેમજ તેનો મિત્ર તોફીક વલ્લીમામદભાઈ મોમીન બંને સાથે ગામ નજીક મચ્છુ નદી પર આવેલા રાણેક પરના કોઝવે પાસે બપોરના સમયે નાહવા ગયા હતા.
આ કોઝવે પાસે નાહતી વેળાએ કોઈ કારણોસર બંને યુવકો નદીમાં ડૂબવા લાગેલા, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ મહા મુસીબતે બંને યુવકોને ડૂબતા બચાવ્યા હતા. જે પૈક્કી તોફીક ને ત્યાં જ ગામના લોકોએ પ્રાથમિક સારવાર કરતા હોશમાં આવી ગયેલ પરંતુ સોયબ ભાન માં ન આવતા તેને વાંકાનેર સરકારી હોસ્પીટલે સારવાર અર્થે લાવવામાં આવેલ. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. સોયબ તેના પરીવારમાં બે સંતાનોમાં એકનો એક પુત્ર હતો. અને ઢુવામાં કારખાનામાં કામ કરી પરિવાર ને આર્થિક મદદ પણ કરતો હતો પરિવાર ના એકના એક પુત્ર નું આ રીતે મોત નીપજતા પરિવારના લોકો પર આભ ફાટ્યા સમાન પરિસ્થિતિ થઇ હતી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat