

મોરબીના નીચી માંડલ નજીકથી પસાર થતા બાઈક સવાર યુવાનને ઠોકર મારી હતી જેમાં બાઈકસવાર યુવાનને ઈજા પહોંચી છે જયારે તેની સાથે સવાર અન્યને ઈજા પહોંચી છે
મોરબીના ખરેડા ગામે રહેતા હાર્દિકભાઈ વિનોદભાઈ પાડલીયાએ તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ટ્રક નં આર જે ૧૯ જીએફ ૪૭૪૫ ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી નીચી માંડલ ગામ નજીકથી બાઈક નં જીજે ૩૬ કે ૭૦૮૫ ને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી હાર્દિક પાડલીયાને ઈજા પહોંચી છે જયારે અન્ય એક યુવાન મયંક દિલીપ પરમાર (ઉ.વ.૨૪) ને ગંભીર ઈજાઓ થતા તેનું મોત થયું છે બંને મિત્રો દિવાળીના ફટાકડા અને કપડાની ખરીદી માટે ગયા હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે