Billboard ad 1150*250 Billboard ad 1150*250

હળવદ યાર્ડના વેપારીઓ સાથે છેતરપીંડી આચરનાર એક ઝડપાયો, ત્રણની શોધખોળ

આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના રિમાન્ડ મંજુર

હળવદના માર્કેટિંગ યાર્ડમાં ૭૦ થી વધુ વેપારીઓ સાથે ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરવાનો ગુન્હો હળવદ પોલીસમાં નોંધાયો હતો જે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા પોલીસે કવાયત આદરી હતી અને આખરે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી હોય જે આરોપીને કોર્ટમાં રજુ કરતા ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે

હળવદ માર્કેટ યાર્ડમાં તા.૧/૩ થી તા.રપ/૩/ર૦૧૮ દરમિયાન ચાર શખ્સો દ્વારા યાર્ડના ૭૦થી વધુ વેપારીઓ પાસેથી જીરૂ, ચણા, ધાણા, એરંડા સહિત ખેતીની જણસો લઈ રૂપિયા ન ચુકવી રૂ. ૩.૬૧ કરોડની છેતરપીંડી આચરવામાં આવી હતી. જે અંગેની હળવદ પોલીસ મથકે અશોક ગાંડાલાલ બાપોદરિયા, નવીનચંદ્ર રાયચંદ્ર ઠક્કર, ધ્રુવકુમાર રાયચંદ્ર ઠક્કર, રાજુભાઈ સહિતના ચાર શખ્સો સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

જે ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવા પી.આઈ. એમ.આર. સોલંકી, વિજયભાઈ છાસિયા, વિક્રમભાઈ સિહોરા સહિતની ટીમે આરોપી અશોકભાઈ ગાંડાલાલ બાપોદરિયા (ઉ.વ.૩૮) (રહે.આલાપ સોસાયટી, હળવદ) ને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરાતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ૭૦ થી વધુ વેપારીઓ સાથે છેતરપીંડી આચરનાર એકને ઝડપી લેવાયો છે જયારે હજુ ત્રણ આરોપીઓ પકડવાના બાકી હોય જેને શોધવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat