હળવદના ઢવાણા પાટિયા નજીક થી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

હળવદ પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હળવદ સર્કીટ હાઉસ પાસેથી પસાર થતા હળવદ પી.એસ.આઈ.સી.એચ.શુક્લને ખાનગી બાતમીના આધારે સ્વીફ્ટ ગાડી નં-જીજે ૧૩ સીસી ૬૪૪૮માં વિદેશી દારૂ અમદાવાદથી ભરી હળવદ તરફ આવે છે જેથી મોડી રાત્રીના ઢવાણા ગામના પાટિયા નજીક વોચ ગોઠવતા સ્વીફ્ટ ગાડી જીજે ૧૩ સીસી ૬૪૪૮ આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂનીબોટલ નંગ-૩૩ કીમત-૯૯૦૦ અને સ્વીફ્ટ ગાડી કીમત-૪૦૦૦૦૦ એમ કુલ મળીને ૪૦૯૯૦૦નો મુદામાલ સાથે આરોપી રમેશકુમાર કીરષ્નારામ બિસ્નોઈ (ઉ.૨૫) રહે-રાજસ્થાન ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat