Billboard ad 1150*250 Billboard ad 1150*250

કોરોનાના સંક્રમણમાં વધુ એક ધારાસભ્ય પોઝીટીવ,સંપર્ક આવેલ તમામે સાવચેતી રાખે

 

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓ હોમ કોરોન્ટાઇન થયા છે તો સંપર્કમાં આવેલા તમામને રીપોર્ટ કરવવા માટે અપીલ કરી છે

 

 

હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરીયાની ગઈકાલે તબિયત બગડી જતા તેઓ ડોક્ટરને બતવવા માટે ગયા હોય અને ડોકટરે કોરોનાનો રીપોર્ટ કરાવવા માટે સલાહ આપવામાં આવતા રીપોર્ટ કરાવ્યો જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેથી પરસોતમ સાબરીયા ના સંપર્કમાં આવેલા તમામને રીપોર્ટ કરવવા માટે અપીલ કરી છે

 

 

તો પરસોતમભાઈ ગત તા.૮ ના રોજ કલેકટર કચેરી ખાતે પ્રભારી મંત્રી દેવાભાઈ મલમની અધ્યક્ષતામાં જીલ્લા કલેકટર જે બી પટેલ, જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ મીટીંગ પણ યોજી હતી

Comments
Loading...
WhatsApp chat