વધુ એક ઘોડા ડોક્ટર વાંકાનેરમાંથી ઝડપાયો, સંતાનપ્રાપ્તિની આપતો લોભામણી લાલચ

મોરબી જીલ્લામાં ડીગ્રી વિના મેડીકલ પ્રેક્ટીસ કરતા મુન્નાભાઈ એમબીબીએસનો રાફડો જાણે કે ફાટ્યો હોય તેમ એક બાદ એક ઘોડા ડોક્ટર ઝડપાઈ રહ્યા છે જેમાં ગઈકાલે પોલીસે વધુ એક ઘોડા ડોક્ટરને એસઓજી ટીમે વાંકાનેરથી ઝડપી લીધો છે

વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીને આધારે હેલ્થ ઓફિસરને સાથે રાખી વાંકાનેર સ્વપ્નલોક સોસાયટીમાં આવેલ શ્રી ગુરુકૃપા દવાખાનામાં ચેક કરતા ભરતભાઈ હીરાલાલ રાવલ (ઉ.વ.૪૯) રહે સ્વપ્નલોક સોસાયટી મિલપ્લોટ વાળાને ઝડપી લઈને ચેકિંગ કરતા કોઈપણ ડીગ્રી વગર સંતાન પ્રાપ્તિની લોભામણી જાહેરાત આપી સંતાન પ્રાપ્તિની ખાતરી આપી સ્ત્રી રોગની દવા આપી દવાખાનું ચલાવતો હોય જેની અટકાયત કરી વિલાયતી અને આયુર્વેદિક દવાનો જથ્થો અને સારવાર અંગેના સાધનો મળી કુલ ૩૪,૮૨૭ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મેડીકલ પ્રેકટીશનર એક્ટ કલમ ૩૦,૩૩ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat