


મોરબીના શનાળા રોડ પર આવેલી નારાયણી રેસીડન્સીમાં રહેતા સુરેશભાઈ મુળજીભાઈ પૂજારા(ઉ.વ.૬૦) નો મૃતદેહ તેના જ ફલેટમાંથી મળી આવ્યા બાદ આ મામલે મૃતકના પુત્ર નીલેશભાઈ પૂજારાએ તા. ૨૩-૦૯-૧૬ના રોજ હત્યાનો ગુન્હો નોંધાવ્યો હતો અને એલસીબી ટીમે હત્યા અને લૂટના માસ્ટર માઈન્ડ ચંદ્રબહાદુર મોતીરામ બીસ્ટ તથા તેના સાળા મહેન્દ્ર બીર કિસે રાવલ રહે. બંને નેપાળ વાળાને તા. ૫-૧૦-૧૬ ના રોજ દબોચી લઈને ૬૦,૦૦૦ રોકડા અને ૩ મોબાઈલ પૈકીના ૩૬,૦૦૦ ની રોકડ રકમ રીકવર કરવામાં આવી હતી.આરોપીના અન્ય સાળા રમેશ રાવલ અને સુરેશ ભંડારી એ બંને આરોપી બેંગ્લોરમાં હોવાની બાતમીને આધારે એલસીબીની બે ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને રમેશ રાઓલ જાતે બ્રાહ્મણ રહે. મૂળ નેપાળવાળાને ઝડપીને મોરબી લાવવામાં આવ્યો હતો જ્યાં તેની વધુ પૂછપરછ કરતા લૂટ વિથ મર્ડરના ગુન્હાની કબુલાત આપી હતી તેમજ અન્ય રાજ્યોમાં ચોરીની પણ કબુલાત આપી હતી. આ ઉપરાંત અન્ય એક આરોપી સંગમ ઉર્ફે સુરેશ બાલરામ ઉર્ફે કાલે ભંડારી (ઉ.વ.૩૩) રહે. નેપાળ વાળાને બાતમીને આધારે બેંગ્લોર ખાતેથી દબોચી લઈને મોરબી લાવવામાં આવ્યો છે જ્યાં એલસીબી ટીમ તેની વધુ પૂછપરછ કરી રહી છે.