Billboard ad 1150*250

મોરબીની વાવડી ચોકડી પર ટ્રકે મોટર સાઈકલને હડફેટે લેતા એકનું મોત

0 589

મોરબીની વાવડી ચોકડી નજીક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટર સાઈકલ સાથે ભટકાડતા એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ વાટકી સોસાયટીમાં રહેતા અરવિંદભાઈ ત્રિભોવનભાઈ વડગામા (ઉ.૪૮)એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી ટ્રક એમએચ ૪૩ વાય ૭૬૦૯ ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવીને વાવડી ચોકડી પર પહોચતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટર સાઈકલ જીજે ૩ એફએફ ૬૫૧૨ સાથે ભટકાડી સાહેદ જયેશભાઈ જગજીવનભાઈને શરીરે નાની મોટી ઈજા કરી મોત નીપજાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat