



હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે પર ટ્રક ચાલકની બેફામ ગતિની વધુ એક ઘટના સામે આવી છે. જ્યાં ટ્રેકટર પાછળ ટ્રક અથડાતા 1 યુવકનું મોત થયું છે. જયારે 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના ઢવાણા ગામે રહેતા ફરિયાદી લખમણભાઇ જીવણભાઇ મુંધવા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે છેલાભાઇ, પ્રવિણભાઇ તથા ગટુરભાઇ હળવદ ઘ્રાગંઘ્રા હાઇવે રોડ પર હળવદ સર્કીટ હાઉસ સામેથી ટ્રેકટર જીજે ૩૬ બી ૦૩૧૨ લઈને પસાર થઈ રહ્યા હતા. એ સમયે આરોપી ટ્રક ટ્રેલર નંબર એમએચ-૪૬-બીએફ-૬૬૯૫ ના ચાલકે પોતાના હવાળાવાળો ટ્રક ટ્રેલર પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી માણસોની ઝીદંગી જોખમાય તેમ ચલાવી આગળ જતા લખમણભાઇના ટ્રેકટર નં જીજે-૩૬-બી-૦૩૧૨ વાળા સાથે પાછળ અથડાતા છેલાભાઇના કમરના ભાગે ટાયરનો જોટો ફરી વળતા પેટથી કમરનો ભાગ અલગ થઈ જતા તેમનું કમકમાટી થયું હતું. જયારે
પ્રવિણભાઇ તથા ગટુરભાઇને સામાન્ય ઇજાઓ થઈ હતી. આ અકમસાત સર્જી આરોપી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
હાલ હળવદ પોલીસે આઇ.પી.સી કલમ ૨૭૯,૩૩૭,,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

