


મોરબીના પીપળી રોડ પર ગત રાત્રીના બે બાઈક અથડાતા એક નું મોત અને એક ઇજા થઇ હતી અકસ્માત સર્જનાર બાઈક ચાલક ત્યાંથી નાસી ગયો હતો
બનાવની મળતી વિગત મુજબ મોરબીના ઇન્દ્રીરાનગરમાં રહેતા સુદામસિંગ ઉર્ફ શેખર વાલ્મીકિસિંગ અને તેનો મિત્ર મીનકીકુમાર બને બાઈક નમ્બર જી.જે.૧૨ એ એલ ૫૪૭૮ લઈને પીપળી રોડ પર કામ સબબ રાત્રીના ૮ વાગે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી અજાણ્યા બાઈક ચાલકે તેમની બાઈકને હડફેટે લેતા મીનકીકુમાર ગભીર ઇજા થતાં તેને સારવાર મળે તે પહેલાં તેનું મોત નિપજ્યું હતું તાલુકા પોલીસ અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

