Billboard ad 1150*250

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટ્રકે બાઈકને હડફેટે લેતા એકનું મોત

0 77
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ટોલનાકા નજીક ટ્રકના પાછળના જોટામાં આવી જતા મોટર સાઈકલ ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Post ad 2

મળતી વિગત મુજબ આરોપી ટેઈલર ટ્રક આરજે ૦૯ જીબી ૭૩૫૨ના ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ચલાવતા ચોટીલાના ચામુંડાનગર મોટી મોલડીતામાં રહેતા ભુપતભાઇ ડાભીના પિતા સોંડાભાઈ ગેલાભાઈ ડાભી (ઉ.૬૦) તથા સાહેદ પાંચાભાઈ ડાભી બંને જીજે ૧૩ એસ ૬૪૧૪ પર જતા હોય દરમિયાન આરોપી ટ્રકના ચાલકે મોટર સાઈકલને પાછળથી હડફેટે લેતા ફરિયાદી ભુપતભાઈના પિતા સોંડાભાઈ ટ્રકના પાછળના જોટામાં આવી જતા શરીરે ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું બાદમાં ટ્રક ચાલક અકસ્માત કરી ટ્રક મૂકી નાશી ગયો હોવાની ફરિયાદ ભૂપતભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધવી છે તો વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપસ હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat