Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા હળવદ હાઈવે પર કાર ડીવાઈડર કુદી રોંગ સાઈડમાં રીક્ષા સાથે અથડાઈ, એકનું મોત

માળિયા હળવા હાઈવે પર બંશી પેટ્રોલપંપ નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા ડીવાઈડર કુદાવીને કારને રીક્ષા સાથે અથડાતામાં એકનું મોત થયું હોય જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના સતાપર ગામે રહેતા ગૌતમભાઈ રાજુભાઈ ગોત્રેકીયા (ઉ.૨૭) એ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૬ ના રોજ સવારના સુમારે તેઓ હળવદ માળિયા હાઈવે પર જતા હોય દરમિયાન આરોપી સ્વીફટ કાર જીજે ૦૧ એચકયું ૩૧૨૯ ના ચાલકને પોતાની કાર પુર ઝડપે ચલાવીને બંશી પેટ્રોલપંપ નજીક ડીવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં રીક્ષા જીજે ૨૭ ડબ્લ્યુ ૨૮૭૧ સાથે અકસ્માત કરી ફરિયાદી ગૌતમભાઈના પિતા રાજુભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.તેમજ સાહેદને નાની મોટી ઈજા થઇ હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat