માનસર નજીક બાઈક સ્લીપ થતા એકનું મોત

હળવદ માનસર ગામના પાટીયા પાસે રાત્રીના 11 વાગ્યા ની આજુબાજુ એ મોટર સાયકલ સ્લીપ થતા એક નુ ધટનાસ્થળે કમકમાટીભયુ મોત નીપજયું હતું જયારે એક ને ગંભીર ઈજા થતા હળવદ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો
હળવદ ના માનસર ગામના પાટીયા પાસે રાત્રીના 11 વાગ્યા ની આજુ બાજુ હળવદ ના બે મિત્રો પોતાનુ બાઈક લઈને આવતા હતા ત્યારે અચાનક બાઈક સ્લીપ થતા ચંદુભાઈ માવજીભાઈ મોરી(વાણંદ)ઉ,32 રહે ભવાનીનગર હળવદ વાળા નુ ધટના સ્થળેકમકમાટીભરીયુ મોત થયુ હતુ જયારે દિનેશભાઈ વજાભાઈ ઠવાણીયા ઉ, 35 રહે ભવાનીનગર હળવદ વાળા ને ગંભીર ઈજા થતા સૌપ્રથમ હળવદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જયા ફરજ પરના ડોકટર કૌશલ પટેલ સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતો.ધટનાની  જાણ થતા હળવદ પોલીસના  હરેશભાઈ ચાવડા તાત્કાલિક પહોંચી ગયા હતા, 108 ના પાયલોટ કાન્તીભાઈ મકવાણા અને રમેશભાઈ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ આવ્યા હતા

 

 

 

Comments
Loading...
WhatsApp chat