મોરબીના વાવડી રોડ પરથી દેશી તમંચા સાથે એક ઇસમ ઝડપાયો

મોરબી એલસીબી ટીમે આજે વાવડી રોડ પરથી ગેરકાયદેસર હથિયાર દેશી તમંચા સાથે એક આરોપીને ઝડપી લઈને તેની વધુ પૂછપરછ ચલાવી છે.

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ આર.ટી. વ્યાસની ટીમ આજે ઇદના તહેવાર નિમિતે પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન એલસીબીના ભરતભાઈ મિયાત્રાને મળેલી બાતમીને આધારે વાવડી રોડ પરથી આરોપી લેખરાજસિંહ બળવંતસિંહ ચૌહાણ (ઊવ ૨૬) રહે. સોમૈયા સોસાયટી મોરબી વાળાને દેશી બનાવટનો તમંચો કીમત રૂ. ૧૦ હજાર સાથે ઝડપી લઈને એ ડીવીઝન પોલીસમાં મુદામાલ સોપવામાં આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat