Billboard ad 1150*250

મોરબીના રફાળેશ્વરમાં ગેરકાયદેસર બંદુકમાંથી ફાયરીંગમા એકને ઈજા

0 263
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

૯ દીવસ બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી

        મોરબીના રફાળેશ્વર ગામે ગેરકાયદેસર બંદુકમાંથી ફાયરીંગ થતા બંદુક પરીક્ષણ કરનારને જ ઈજા પહોંચી હતી જે બનાવના નવ દિવસ બાદ તાલુકા પીએસઆઈએ ફરિયાદી બની બનાવ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રફાળેશ્વર સોનલ સોસાયટીમાં રહેતા સંદીપભા ઉર્ફે દીપભા ભુપતભા ગઢવી (ઉ.વ.૨૫) વાળાએ ગેરકાયદેસર લાયસન્સ વગર દેશી બનાવટની પિસ્તોલ કીમત રૂ ૫૦૦૦ માંથી ફાયરીંગ કરેલ અને આ પરીક્ષણ કરતી વેળાએ ફાયરીંગમાં પોતાના જમણા પગે ગંભીર ઈજા કરી હતી અને આ હકીકત તેને પોલીસથી છુપાવી હોય જેથી તાલુકા પોલીસે બનાવ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે તાલુકા પીએસઆઈ એમ વી પટેલે બનાવ અંગે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ તેમજ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat