

પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે દિવાળી બાદ ૧૦ જિલ્લાઓમાં ર્રેલી અને સભાના આયોજન કર્યા હોય જે અંતર્ગત મંગળવારે મોરબી જીલ્લામાં સરદાર પટેલની જન્મજયંતી એક શામ સરદાર કે નામ કાર્યક્રમ યોજાશે. મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કરી હાર્દિક પટેલ સભા ગજવશે.
મોરબીના સુપર માર્કેટ નજીક એક શામ સરદાર કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાસના આગેવાન હાર્દિક પટેલ ઉપરાંત અન્ય જીલ્લાના પાસ કન્વીનરો, મોરબી પાસ આગેવાન મનોજ પનારા, મનોજ કાલરીયા, સંજય અલગારી સહિતના ઉપસ્થિત રહેશે. સાંજે સમારોહ શરુ કરવામાં આવશે જેમાં દેશ ભક્તિના ગીતો ગુંજશે અને મોડી સાંજના હાર્દિક પટેલ મોરબી આવી પહોંચશે જ્યાં તે સભાને સંબોધન કરશે તે ઉપરાંત દેશભક્તિના ગીતો પર નૃત્ય પણ રજુ કરવામાં આવશે.