Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી મોઢ મહિલા મંડળ દ્વારા એક દિવસીય ધાર્મિક પ્રવાસ યોજાયો

મોઢ મહિલા મંડળ મોરબી દ્વારા કુળદેવી શ્રી મોઢેસ્વરી માતાજી મોઢેરા, બહુચરાજી, શંખલપુર તથા વર્ણિન્દ્રધામ(પાટડી) નો એક દિવસના ધાર્મિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું
પ્રવાસમાં વહેલી સવારના પાટડી અબુ આશ્રમ ખાતે ચા-કોફી-નાસ્તાની વ્યવસ્થા કરી આપવા માટે અશ્વિનભાઈ પારેખ (સુરેન્દ્રનગર) ના અંગત મિત્ર અને ૬૦, દશાડા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીની ભલામણ અને સૂચનાથી પાટડીના સ્વયંસેવક હિંગોળભાઈ રબારીએ અબુ આશ્રમમાં સુંદર વ્યવસ્થા કરી આપેલ.

ત્યારબાદ શંખલપુર , બહુચરાજી દર્શન કરી કુળદેવી શ્રી મોઢેસ્વરી માતાજી મોઢેરા પહોચી કુળદેવી શ્રી મોઢેસ્વરી માતાજી ને ચુંદડી ઓઢાડી માતાજી ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. પાટડી વર્ણિન્દ્રધામ (પાટડી) દર્શન કરી પ્રદર્શનનો લાભ લીધો હતો અને આરતીના દર્શન કરી ત્યાં સાંજનો પ્રસાદ લીધો . વર્ણિન્દ્રધામ (પાટડી) સંચાલક ભગવાનજીભાઇ ભોરણિયા દ્વારા સારો સહકાર પ્રાપ્ત થયો હતો

પ્રવાસ દરમ્યાન સવારના ચા-નાસ્તાના દાતા દિપ્તીબેન રાજેશભાઈ વજરીયા, બપોરના ભોજનના દાતા પીનાબેન જીતેન્દ્રભાઈ વોરા તેમજ સાંજના ચા-કેન્ડી અને રાત્રીના ભોજનના દાતા સ્વાતિબેન રાજેશભાઈ મહેતાનો સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો આ યાત્રા પ્રવાસ યાદગાર બનાવવા માટે મહિલા મંડળ ઉપપ્રમુખ અલ્કાબેન ગિરીશભાઈ મણિયાર, મંત્રી આરતીબેન નરેન્દ્રભાઈ દોશી, ખજાનચી હેતલબેન હરેશભાઈ પારેખ, સહમંત્રી નિતાબેન નિશિતભાઈ પારેખ અને સેક્રેટરી આરતીબેન એન.દોશીએ જહેમત ઉઠાવી હતી

Comments
Loading...
WhatsApp chat