Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં એક કોપીકેસ, ધોરણ ૧૨ માં નીલ

 

રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો સોમવારથી શુભારંભ થયો હતો જેમાં આજે ધોરણ ૧૦ ના વિજ્ઞાનના પેપરમાં એક કોપીકેસ નોંધાયો હતો.

ધોરણ ૧૦ માં આજે વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમના નોંધાયેલા કુલ ૧૫૩૮૨ માંથી ૧૫૦૭૭ અને અંગ્રેજી માધ્યમના ૨૬૮ માથીં ૨૬૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આજે ધોરણ ૧૦ માં એક કોપીકેસ નોંધાયો હતો જેમાં ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૧૦ નો વિદ્યાર્થી ગેરરીતી કરતા ઝડપાઈ ગયો હતો જેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

જયારે ધોરણ ૧૨ માં આજે કોમર્સમાં આંકડાશાસ્ત્ર અને ધોરણ ૧૨ માં રસાયણ વિજ્ઞાનનું પેપર લેવાયું હતું જેમાં નોંધાયેલા કુલ ૬૯૯૩ માંથી ૬૯૪૫ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને ધોરણ ૧૨ માં એકપણ કોપીકેસ નોંધાયો ના હતો.

 

Comments
Loading...
WhatsApp chat