


હળવદ હાઈવેપર આવેલ હોટલમા પોલીસ દ્વારા દરોડા પાડતા ૬૦ બોટલ વિદેશીદારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો હળવદ પોલીસ દ્વારા ૬૦ બોટલ વિદેશીદારૂ સહિત રૂપીયા ૧૦,૪૦૦ નો મુદ્દામાલ ઝડપી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ માંથી મળતી વિગત મુજબ હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર આવેલ હોટલ રામદેવ માં હળવદ પોલીસ દરોડો પાડતા વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે આરોપી દેવરામ ભીલારામજી ચૌધરી ને ઝડપી લીધો હતો ઝડપાયેલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી દારુ આવતો તેમજ બીજું કોઈ આની સાથે જોડાયેલું છે કે નહી તેની પોલીસ તપાસ ચલાવી રહી છે

