હળવદના ટીકર ગામેથી ગેરકાયદેસર બંદુક સાથે એક ઝડપાયો

મોરબી જીલ્લામાં ગેરકાયદેસર હથિયારો ઝડપી લેવા માટેની એસઓજી ટીમની કવાયતમાં હળવદ નજીકથી એક શખ્શને ગેરકાયદેસર બંદુક સાથે ઝડપી લઈને બંદુક સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પી.આઈ. એસ.એન.સાટીની ટીમ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખાનગી બાતમીને આધારે હળવદ તાલુકાના ટીકર ગામની પ્રાથમિક શાળા નજીક આરોપી બચુભાઈ મોહનભાઈ રાણેવાડિયા જાતે કોળી (ઊવ ૫૦) રહે. ટીકર તા. હળવદ વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ સિંગલ બેરલ નાનો ટુકડો બંદુક સાથે ઝડપી લઈને આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat