



બનાવની મળતી વિગત મુજબ જીલ્લા પોલીસ વડાની માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પો.સબ ઈન્સ.આર.ટી.વ્યાસ સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હળવદ તાલુકાના ખેતરડી ગામે સરા જતા રસ્તા તરફ ખાડપરા માંથી આરોપી ધનાભાઇ જાદુભાઇ દેકાવડીયા જાતે કોળી ઉવ.પ૦ રહે.ખેતરડી તા.હળવદ જી.મોરબીવાળો મઝલ લોડ,સીંગલ બેરલ બંદુક કી.રૂ.પ,૦૦૦/-ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહી કરાવી પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

