મોરબીની નવલખી ફાટક નજીકથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, મહિલા સહીત બે ફરાર

પોલીસે દારૂની બોટલો અને બાઈક જપ્ત કર્યું

મોરબીની નવલખી ફાટક નજીક બાઈકમાં દારૂની હેરાફેરી કરતા ઇસમને ઝડપી લઈને બી ડીવીઝન પોલીસે બાઈક સહીત ૪૩,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

મોરબી બી ડીવીઝન પીઆઈ આર કે ઝાલાના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પોલીસના જયદેવસિંહ ઝાલા, અંબાપ્રતાપસિંહ જાડેજા, રાજેશભાઈ ડાંગર અને પી એમ પરમાર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી ફાટક શ્રદ્ધાપાર્ક પાસેથી ત્રિપર સવારીમાં આવતું બાઈક શંકાસ્પદ જણાતા એક મહિલા સહીત બે આરોપી નાસી ગયા હતા અને મોટરસાયકલ ચાલક વિપુલ રાજુભાઈ મુંધવા ભરવાડ (ઉ.વ.૧૯) રહે વાવડી રોડ મહેન્દ્રપરા મોરબી વાળાને ઝડપી તલાશી લેતા ૧૧ નંગ વિદેશી દારૂની બોટલ અને ૪૦ હજારનું બાઈક સહીત ૪૩,૩૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

તેમજ નાસી જનાર આરોપી સમીર જુસબ કટિયા અને મહિલા આરોપી સમીરની પ્રેમિકા હોય જેનું નામ જાણતો ના હોવાની કબુલાત આપતા મુદામાલ જપ્ત કરી બંને નાસી ગયેલા આરોપી સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat