મોરબીના સ્મશાન રોડ પર બીયરના જથ્થા સાથે એક ઝડપાયો, એક ફરાર

 

મોરબી શહેરના સ્મશાન રોડ પર શંકર આશ્રમ તરફ જતા રોડ પર એકટીવામાં બિયર સાથે એક ઈસમને પોલીસે ઝડપી લીધો હતો તો એક આરોપી ફરાર થયો છે

 

મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન શંકર આશ્રમ નજીક સ્મશાન રોડ પાસે એકટીવા જીજે ૩૬ કયું ૭૯૩૫ વાળાને રોકતા આરોપી કુમાર દીપક પંસારા નાસી ગયો હતો તો અન્ય આરોપી અરૂણ દિનેશ હળવદીયા રહે મોરબી વિસીપરા વાળાને ઝડપી લઈને પોલીસે એકટીવામાં તલાશી લેતા બીયર નંગ ૧૦ કીમત રૂ ૧૦૦૦ મળી આવતા એકટીવા અને બીયર સહીત ૨૬,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat