લીલાપર ગામ જવાના રસ્તે રેલ્વે ફાટક નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

હળવદ તાલુકાના કવાડિયા ગામ નજીક થી દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને મોરબી એસ.ઓ.જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જીલ્લા પોલિસન વડાની સુચનાથી એસ.ઓ.જી ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન હળવદ તાલુકાના કવાડિયા ગામ સામે લીલાપર ગામ જવાના રસ્તે રેલ્વે ફાટક નજીકથી આરોપી અસલમ ગફારભાઈ ભટ્ટી (ઉ.૨૯) રહે ધ્રાંગધ્રા વાળાને દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કીમત ૨૫૦૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat