મોરબીમાં બે અલગ-અલગ સ્થળેથી ૧૮ બોટલ દારૂ સાથે એક ઝડપાયો,૧ ફરાર

મોરબી વિસીપરા ફૂલછાબ મસ્જીદવાળી શેરીમાં રહેતા જાહિદ કરીમભાઈ કથારોતીયાએ  ઘરમાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની ખાનગી બાતમી આધારે મોરબી એલ.સી.બી. ટીમે બપોરના ૧ વાગ્યાના અરસામાં દરોડો પડતા ૧૨ બોટલ કિમત રૂ.૩૬૦૦ ઝડપાયો હતો તેમજ આરોપી જાહિદ કરીમભાઈ કથારોતીયા નાશી છુટ્યો હતો.જયારે મોરબીમાં હાઉસીંગ બોર્ડ નજીક ગેંડા સર્કલ નજીકથી મોરબી બી.ડીવીઝન પોલીસે ૬ બોટલ દારૂ સાથે આરોપી નેશધ ઉર્ફે લાલો ગીરધરભાઈ બસીયાને રાત્રીના ૧ વાગ્યે પકડી પડ્યો હતો. મોરબી પોલીસે વિદેશી દારૂ જપ્ત કરી વધુ કાયવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat