


મોરબી તાલુકા પોલીસે અમરનગર ગામની સીમમાંથી એક શખ્શને વિદેશી દારૂ સાથે ઝડપી લઈને ૨૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે અમરનગર ગામની સીમમાં વોચ ગોઠવી હતી જેમાં આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જુવાનસિંહ ઝાલા રહે. અમરનગર તા. મોરબી વાળા શખ્શને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ નવ કીમત ૨૭૦૦ સાથે ઝડપી લઈને મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

