



મોરબીના રામચોકથી જુના બસ સ્ટેન્ડ જવાના રોડ પર પાછળની શેરીમાં ટીવીમાં જોઇને ક્રિકેટ મેચ સટ્ટો રમતા હોવાની બાતમીને આધારે એ ડીવીઝન પોલીસે દરોડો કરી આરોપી નિકુંજ ઉર્ફે ચકો પ્રફુલભાઈ દેત્રોજા પટેલ રહે. મોરબી યદુનંદન સોસાયટીવાળાને ઝડપી લીધો હતો. આરોપી ટીવીમાં જોઇને કાઉન્ટી ક્રિકેટ ટુરનામેન્ટની ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હતો જેની પાસેથી પોલીસે રોકડ રકમ, બે મોબાઈલ ટીવી તેમજ જ્યુપીટર બાઈક સહીત કુલ ૧,૦૦,૦૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે અન્ય એક આરોપી મોબાઈલ નંબર ૮૮૪૯૫ ૧૯૩૫૦ હાર્દિક લોહાણાનું નામ ખુલ્યું છે જેને ઝડપી લેવા પોલીસે તપાસ ચલાવી છે.

