નાની વાવડી ગામે ટ્રેક્ટરની ઠોકરે દોઢ વર્ષના માસૂમનું મોત

મોરબીના વાવડી રોડ પર કારખાના સામે રમી રહેલા દોઢ વર્ષના માસૂમ બાળકને ટ્રેકટરના ચાલકે ઠોકર મારી ટ્રેકટરનું વ્હીલ માથે ફરી જતા બાળકનું કમકમાટીભયું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ એમપીના વતની અને હાલ નાની વાવડી નજીકના ક્લીન વોશ કારખાનાની ઓરડીમાં રહીને મજુરી કરતા રાજકુમાર મુન્નાલાલ વસુનીયા આદિવાસીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટ્રેકટર નં જીજે ૩૬ એફ ૨૮૧૬ ના ચાલક દીપક પરમારે ટ્રેકટર પુરઝડપે ચડાવી કારખાના સામે રમતા તેણે દોઢ વર્ષના દીકરા નીતેશને હડફેટે લઇ ટ્રેક્ટરની ટ્રોલીના પાછળના વ્હીલ માથે ચડાવી દેતા તેના બાળકનું મોત થયું છે જયારે આરોપી ટ્રેકટર મૂકી નાસી ગયો છે. તાલુકા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat