Billboard ad 1150*250 Billboard ad 1150*250

ક્યા બે ભાઈ પર થયો જીવલેણ હુમલો ?

હળવદના આંબેડકર ચોકમાં કોળી ઠાકોર સેનાના પ્રમુખ અને તેમના ભાઈ પર ૬ શખ્સોએ ધારીયા વડે હુમલો કર્યો હતો અને બને ભોઈઓને ઈજાઓ પહોચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.બનાવની નોંધ પોલીસે કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ હળવદના ટીકર રોડ ઉપર આંબેડકર ચોકમાં કોળી ઠાકોર સેનાના પ્રમુખ બટુક બાબુભાઇ કાકરેચા અને તેમના ભાઈ ચંદુ બાબુભાઇ કાકરેચા ઉભા હતા ત્યારે ભરત ઉર્ફે ગોગી કોળી, વિજય કોળી, રાજુ કોળી, હીતેષ કોળી તથા અન્ય બે અજાણ્યા શખ્સોએ લાકડી અને ધારીયા વડે હુમલો કરતા બંને ભાઈઓને માથામાં તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવની નોંધ કરી હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat