


મોરબીના ઘૂટું રોડ પર બાઈકમાં સ્લીપ થતા એક નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અગે પોલીસે નોધ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી તો બીજા બનાવમાં પીપળી રોડ પર બાઈક લઈને જતા યુવાન આડું રસ્તામાં ભૂંડ ઉતરતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બંને બનાવ અંગે મોરબી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ બનાવામાં મળતી વિગત મુજબ ગત તારીખ ૨/૫ ના રોજ રતનબેન જોગડિયા અને દીપક મગનભાઈ ધોળકિયા બાઈક પર ઘૂટું રોડ પર જતા હતા ત્યારે કોઈ કારણોસર આઈ.ટી.આઈ પાસે બાઈક સ્લીપ થયું હતું જેને પગલે બાઈકમાં સવાર દીપકભાઈને ગંભીર ઈજા થતા તેને પ્રાથમિક સારવાર મોરબી અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું છે. અકસ્માત અંગે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.તો બીજા બનાવામાં બનાવની મળતી વિગત મુજબ મોરબીના જેલ રોડ પર આવેલ વણકર વાસમાં રેહતો યુવાન તુલસી ચૌહાણ ગત તારીખ ૨૦ ના રોજ પીપળી રોડ પર સિરામિક ફેક્ટરી કામે જતો હતો ત્યારે તેને ભુંડ આડું ઉતરતા તેનું બાઈક સ્લીપ થયું હતું જેમાં તેને ગભીર ઈજા થતા તેને સારવાર માટે પેહલા મોરબીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

