Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના ક્યાં રોડ પર ચાલુ દુકાનમાં લાગી આગ, જાણો

મોરબીની બજારમાં આવેલી એક દુકાનમાં આજે બપોરના સુમારે અચાનક આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા નાસભાગ મચી હતી અને ફાયર ઉપરાંત પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ પર આવેલી દરિયાલાલ સેલ્સ એજન્સી નામની દુકાનમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી અને બાદમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેને પગલે દુકાનમાં રહેલા દુકાનના સંચાલક સહિતના બહાર દોડી ગયા હતા અને બાદમાં ફાયરની ટીમને જાણ કરાતા ત્રણ ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી

અને વિકરાળ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો તો બજારમાં લાગેલી આગને પગલે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો પીઆઈ અને પીએસઆઈ સ્થળ પર દોડી ગયા હતા અને આસપાસની દુકાનો બંધ હોય દુકાનમાં લાગેલી આગ પર કાબુ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે તો આકાશમાં ધુમાડાના ગોટેગોટા ચડી ગયા હતા

Comments
Loading...
WhatsApp chat