શિક્ષીકા દુષ્કર્મ કેસ મામલે પ્રાથમિક શિક્ષક સંધનો પૂર્વ પ્રમુખ ત્રણ દિવસના રિમાન્ડ પર

                                                                                 મોરબીમાં ચકચાર મચાવનાર શિક્ષિકા દુષ્કર્મ કેસ મામલે પોલીસે ફરિયાદ નોંધી ત્વરિત કાર્યવાહી કરી હતી અને આરોપી પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ આદરી જેમાં ત્રણ દિવસના રિમાન્ડ મજુર કરેલ છે

                                                                                   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રહેતી એક શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજય સરડવા રહે. મોરબી રવાપર રોડ વાળા જયારે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હોય ત્યારે શિક્ષિકોની ચિંતન શિબિરમાં પરિચય કેળવી બાદમાં વારંવાર સંપર્ક કરી તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવી લાલચ આપી લગ્નની ખાતરી આપીને શરીર સંબંધ બાંધી બાદમાં તે પરિણીત હોવાનું ભોગ બનનાર મહિલાને જાણ થતા તેની પત્ની પણ શિક્ષિકા હોય અને આરી તેની પત્ની સાથે છૂટાછેડા લઈને શિક્ષિકા સાથે લગ્ન કરશે તેવી ખાતરી આપી હતી જોકે તેને છૂટાછેડા લીધાનું કોઈ પ્રમાણ આપ્યું ના હતું અને સંબંધોના ફોટો, પ્રેમ પત્રો અને બીભત્સ વિડીયો બનાવી ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે આરોપી વિજય સરડવાની ધરપકડ કરી છે જેની પાસેથી મોબાઈલ કબજે લેવાયો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે

Comments
Loading...
WhatsApp chat