


સંવત્સરી એટલે પર્યુષણનો છેલ્લો દિવસ છે. જૈન સમાજમાં આ દિવસને અતિ પવિત્ર માનવામાં આવે છે. ત્યારે સંવત્સરી પર્વ નિમિતે વાંકાનેર માર્કેટયાર્ડ આગામી મંગળવાર અને બુધવારે બંધ રહેશે.
આ અંગેની વાંકાનેર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૧૯–૯–૨૦૨૩ ને મંગળવાર ના રોજ ‘સંવત્સરી’ ની જાહેર રજા રાખવાની અગાઉ જાણ કરવામા આવેલ છે. પરંતુ કમીશન એજન્ટ એસોશીએસન દ્વારા તા.૨૦–૯–૨૦૨૩ બુધવારના રોજ રજા રાખવાનુ નકકી કરવામા આવ્યું છે. જેથી તા.૧૯–૯–૨૦૨૩ મંગળવાર અને તા.૨૦–૯–૨૦૨૩ બુધવાર એમ બન્ને દિવસ માર્કેટયાર્ડ બંધ રહેશે તેવું યાદીમાં જણાવાયું હતું.