લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પર્યાવરણ દિવસ નિમિતે વિદ્યાર્થીનીઓને ઇકો બ્રિકસ અને ચકલીના માળા બનાવવાનું શીખવ્યું

ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( જેડા) અને ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના ઉપક્રમે “મિશન લાઈફ” અંતર્ગત તારીખ:- ૫ મી જુન એટલે કે આજરોજ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે શ્રીમતી. એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય વાંકાનેર ખાતે યોજવામાં આવ્યો હતો.

જેમાં શ્રીમતી. એલ.કે. સંઘવી કન્યા વિધાલય વાંકાનેર શાળા ની વિદ્યાર્થીની બહેનો ને ઈકો બ્રિક્સ અને ચકલીના માળા બનાવવાનું દીપેનભાઈ ભટ્ટ દ્વારા શીખવાડવામાં આવ્યું શાળા ની વિદ્યાર્થીઓ દ્વારા એન્વાયરમેન્ટ જાગૃતિ માટેની રેલી ૨૨૦ વિદ્યાથીની ઓ દ્વારા યોજવામાં આવી હતી. શાળાના ઇકો ક્લબના ટીચર સોનલબેન ઠુમર દ્વારા ગ્રીન એન્વાયરમેન્ટ માટેના સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શાળા માં વૃક્ષારોપણ અને વેસ્ટ વસ્તુઓમાંથી નાનાં કુંડા બનાવી રોપા પણ ઉગાડવામાં આવ્યા હતા.

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબીનાં સંચાલક દિપેનભાઈ ભટ્ટનું આ કુંડા વડે સ્વાગત કરવામાં આવ્યું હતુ અને શાળાના આચાર્ય શ્રીમતી દર્શનાબેન જાનીએ શાળામાં આ અવરનેસ કાર્યક્રમ ગોઠવવા બદલ દીપેનભાઈ ભટ્ટ અને “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી નો આભાર વ્યક્ત કર્યો હતો

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat