


મોરબી રાજકોટ હાઈવે પર આજે સવારના સુમારે પસાર થતી એક કાર અચાનક સળગી ઉઠી હતી જોકે સમયસર કારમાં સવાર મુસાફરો ઉતરી જતા બચાવ થયો છે
મોરબી રાજકોટ હાઈવે પર આવેલ લજાઈ નજીકના જીવામામાની જગ્યા પાસે એસન્ટ કાર સળગી ઉઠી હતી જેને પગલે હાઈવે પરથી પસાર થતા વાહનો થોડીવાર થંભી ગયા હતા જોકે કારના ચાલકે સમય સુચકતા વાપરીને સમયસર ઉતરી જવામાં સફળતા મળી હતી જોકે કારનું બોનેટ સળગી ઉઠ્યું હતું જે સીએનજી કાર હોવાનું જાણવા મળ્યું છે