શ્રાવણ માસના પ્રથમ સોમવારે હળવદના શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજ્યા

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવારે વહેલી સવારથીજ છોટી કાશી હળવદ માં શિવાલયો મહાદેવનાં દર્શને ભક્તોરૂપી દર્શનાર્થીઓનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. મહાદેવની એક ઝાંખી મેળવવા લોકો તત્પર બન્યા હતા. સાથે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાના કારણે સમગ્ર ઝાલાવાડ ક્ષેત્ર શિવમય બની ગયું હતું. વહેલી સવારથી હળવદના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠયા હતા અને હળવદ ના શિવાલયોમાં શિવ ભકતો પોતાની રુચિ અનુસાર પૂજા-અર્ચના વિવિધ સામગ્રી સાથે ભગવાન મહાદેવને પુજા અચૅન માટે વહેલી સવારથી શિવાલયોમાં ઉમટી પડ્યા હતા, શિવાલયો માં પુજા કરવા આવતા ભુદેવો માટે મંદીરોમાં ભંડારાનુ આયોજન કરાયું હતું


Comments
Loading...
WhatsApp chat