Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેર શહેરમાં મકરસંક્રાતિ પર્વે ગૌમાતાના લાભાર્થે આઠ સ્થળોએ સ્ટોલ કાર્યરત રહેશે

દાનના અવસરે ગાય માતાની સેવા કરવા ગૌભકતોને અનુરોધ 

 

મકરસંક્રાતિ પર્વમાં દાનનો અનેરો મહિમા રહેલ છે આ પર્વે સૌ કોઈ યથાશક્તિ દાન કરી ઉજવણી કરતા હોય છે ત્યારે વાંકાનેર શહેરમાં શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરમાં ચાલતી ગૌશાળા દ્વારા ઉતરાયણ નિમિતે આઠ સ્થળે સ્ટોલ રાખવામાં આવશે

વાંકાનેરમાં આવેલ એતિહાસિક પૌરાણિક શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરમાં ગૌશાળામાં ગાયોની સેવા ચાલી રહી છે સ્વં બ્રહ્મલિન શ્રી રામ કિશોરદાસજી મહારાજશ્રી ગાય માતાજીને નામ લઈને બોલાવતા : સ્વં શ્રી પટેલબાપુ ને ગાયની સેવા અતી પ્રિય હતી ત્યારે ઉતરાયણ પર્વ નિમિતે તા. ૧૪ ને શુક્રવારે વાંકાનેર શહેરમાં ગાય માતાજીના લાભાર્થે (1) શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિરે, જડેશ્વર રોડ, હોસ્પિટલ સામે, વાંકાનેર (૨)આરોગ્ય નગર  (૩)માર્કેટ ચોક (૪) જીનપરા ચોક  (૫)બાપુના બાવલા પાસે (૬) મંડપ ભાટિયા સોસાયટી (૭) વીશીપરા અને (૮)ધર્મ નગર સોસાયટી, મહાદેવ નગર, કિશાન સોસાયટી, હરિ પાર્ક આ બધા વિસ્તારમાં ગાયોને દાન આપવા માટે સ્ટોલ કાર્યરત કરવામાં આવશે

” ગૌ સેવા એજ પ્રભુ સેવા છે આ ઉપરાંત રામ કૃષ્ણ નગર દેવુભાઇ ની દુકાન ની બાજુમાં એક મંડપ રહેશે જ્યાં શ્રી દેવુભાઇ નો કોન્ટેક કરવો હિતેષભાઇ રાચ્છ હસ્તક ટેન્ટ રાખેલ છે સહુ ગૌ પ્રેમી ઉદાર હાથે ગાય માતાજી માટે સાથ સહકાર આપવા શ્રી ફળેશ્વર મહાદેવ સેવા સમિતી ના સંચાલક શ્રી વિશાલભાઈ પટેલ મોં 98250 30479 ઉપર વધુ માહિતી માટે સંપર્ક કરવા જણાવાયું છે આ ઉપરાંત મોરબી મા પણ શ્રી ફ્લેશ્વર મહાદેવ મંદિર ના બે જગ્યાએ મંડપ નખાય છે જેમાં (૧) મોરબી લીલા લહેર આશ્રમ, (૨)મોરબી બાપા સીતારામ ચોક આ ઉપરાંત કોઈ ને બહારગામથી ગાય માતાજી માટે ફાળો લખાવો હોય તો ખાતા મા જમા કરાવી શકશે જેમને પહોંચ પણ મોકલશું

 

Shree Faleshwar mahadev gausala education & Charitable Trust.

 

ICICI BANK WANKANER BRANCH

A/c No.=118405003143

IFSC CODE=ICIC0001184

 

કોન્ટેક મોબાઈલ નંબર , મોં, ૯૮૨૫૦ ૩૦૪૭૯ વિશાલભાઈ પટેલ, હિતેશભાઈ રાચ્છ, મોં, ૯૮૨૫૪ ૪૨૮૫૭

 

આ ટ્રસ્ટ હેઠળ આપવામાં આવેલ દાન 80G હેઠળ કરમુક્ત છે.

 

દરેક મંડપ ઉપર કેશલેસ પેમેન્ટ ની સુવિધા પ્રોવાઇડ કરવામાં આવશે.ઓનલાઇન ગૂગલપે, ફોનપે, એમઝોનપે, પેટીએમ થી પેમેન્ટ સ્વીકારવા માં આવશે

 

Comments
Loading...
WhatsApp chat