Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીના પુલ પર ગોલાની લારીએ બઘડાટી, બે શખ્શોએ હંગામો કર્યો

લારીમાં તોડફોડ કરનારને પકડી પોલીસને હવાલે કરાયા

મોરબીમાં આમ તો ફરવા લાયક સ્થળો આંગળીના વેઢે ગણી સકાય તેટલા જ છે જેમાં મોરબીવાસીઓ રાત્રીના હરવા ફરવા માટે મહેન્દ્ર ડ્રાઈવ રોડ પસંદ કરે છે જ્યાં ગોલાની રેકડીઓ અને ખાણીપીણીની સુવિધા મળતી હોય છે જોકે આ સ્થળે અવારનવાર માથાકૂટ પણ સર્જાતી હોય છે આવા જ દ્રશ્યો શુક્રવારે રાત્રીના સર્જાયા હતા

મોરબીના મહેન્દ્રડ્રાઈવ રોડ પર ગોલાની અનેક રેકડીઓમાં ગોલાની અવનવી રેંજ મળે છે અને ગોલાની ચૂસકી લેવા શહેરભરમાંથી નાગરિકો પુલ પર આવતા હોય છે જેમાં શુક્રવારે રાત્રીના સમયે મૂળ પંજાબી એવા કુલદીપસિંગ ધવલસિંગ બીસ (ઉ.વ.૨૨) રહે હાલ વિસીપરા અને લતીફ રમજાન બોઘાણી (ઉ.વ.૨૦) રહે વિસીપરા મદીના સોસાયટી સહિતના ચાર શખ્શો હરિભાઈ ગોલાવાલાને ત્યાં ગોલા ખાવા આવ્યા હતા અને રૂપિયા આપવા બાબતે બોલાચાલી થતા આ શખ્શોએ હંગામો કર્યો હતો અને રેકડીમાં તોડફોડ કરી હતી

જોકે રેકડીધારક અને અન્ય લોકોની મદદથી ચાર પૈકીના આ બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસને હવાલે કરાયા હતા જ્યાં પોલીસે કાયદેસર કાર્યવાહી કરી બંને આરોપીને જેલહવાલે કર્યા છે તો પુલ પર અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને મોટી સંખ્યામાં નાગરિકો જ્યાં પરિવાર સાથે ફરવા આવતા રહે છે તે સ્થળ પર સલામતી જેવી કોઈ વ્યવસ્થા જોવા મળતી નથી તે હકીકત છે

Comments
Loading...
WhatsApp chat