Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી ગેંગવોરમાં ઝડપાયેલ પાંચ ઈસમો રિમાન્ડ પર, જાણો હથિયાર ક્યાંથી રીકવર કરાયા ?

પાંચેય આરોપીઓના તા. ૩૦ સુધીના રિમાન્ડ મંજુર પાંચ હથિયારો પરષોતમ ચોક પાસેથી મળી આવ્યા

મોરબીના ભક્તિનગર સર્કલ નજીક ગેંગવોરની ઘટનામાં મમુ દાઢી હત્યા પ્રકરણમાં અગાઉ પોલીસે પાંચ આરોપીને દબોચી લઈને રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા જે ગેંગવોર હત્યા અને ફાયરીંગ પ્રકરણમાં પોલીસે વધુ પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે આજે કોર્ટમાં રજુ કરતા તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે તો હત્યામાં વપરાયેલ પાંચ હથિયાર પણ પોલીસને રીકવર કરવામાં સફળતા મળી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગાડી પર અંધાધુંધ ફાયરીંગ કરીને મહમદ હનીફ ઉર્ફે મમુ દાઢી હનીફભાઈ કાસમાણીની હત્યા કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે હત્યા અને ફાયરીંગ સહિતની કલમો સાથે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી જે હત્યા પ્રકરણમાં આગાઉ પાંચ આરોપીને ઝડપી લીધા હતા અને કોર્ટમાંથી રિમાન્ડ મેળવી રિમાન્ડ પૂર્ણ થયા બાદ પાંચેય ઇસમોને જેલહવાલે કર્યા હતા

તો હત્યા પ્રકરણમાં હજુ પણ અનેક આરોપીઓ ફરાર હોય જેને ઝડપી લેવા માટે એ ડીવીઝન પોલીસ ટીમ તપાસ ચલાવતી હોય જેમાં પીઆઈ બી પી સોનારા સહિતની ટીમ તપાસમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે હત્યા પ્રકરણમાં સંડોવાયેલ ઈસમો રાજકોટથી જુનાગઢ જવાના હોય જે બાતમીને પગલે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, અસ્લમ ઉર્ફે ટાવર અકબર કલાડીયા રહે મોરબી વિસીપરા, રમીજ હુશેનભાઈ ચાનિયા રહે મોરબી કાલિકા પ્લોટ, કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ મોરબી કબીર ટેકરી અને સુનીલ ઉમેશભાઈ સોલંકી રહે ખોરાણા તા. રાજકોટ એમ પાંચ ઇસમોને ઝડપી લઈને આજે કોર્ટમાં રજુ કરતા તા. ૩૦ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે તો હત્યામાં વપરાયેલ પાંચ હથિયાર રીકવર કરવામાં પોલીસને સફળતા મળી છે

પરષોતમ ચોકના ખુલ્લા વંડામાં હથિયાર ફેકી દીધેલ
હત્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધાર એવા ઇમરાન ઉર્ફે બોટલ હનીફ ચાનિયા સહિતના પાંચ ઇસમોને ઝડપી લીધા હતા અને આકરી પૂછપરછ કરતા આરોપીઓએ ફાયરીંગ અને હત્યા કર્યા બાદ હથીયારો પરષોતમ ચોકના ખુલ્લા વંડામાં ફેકી દીધા હતા જે કબુલાતને પગલે પોલીસે સ્થળ પરથી પાંચ હથિયારો રીકવર કર્યા છે અગાઉ હત્યામાં વપરાયેલ બે કાર પણ પોલીસે કબજે લીધી છે

Comments
Loading...
WhatsApp chat