Billboard ad 1150*250 Billboard ad 1150*250

બગથળામાં સોમવારે પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીરનો ડાયરાનો કાર્યક્રમ

નકલંક જગ્યામાં શિવ મહાપુરાણ મહોત્સવની ઉજવણી

મોરબી નજીક આવેલા બગથળા ગામની નકલંક જગ્યાની સ્થાપના ૨૦૦ વર્ષ પૂર્વે થતા દ્વિ- શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ સાથે ધાર્મિક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં સોમવારે તા. ૨૬ ના રોજ માયાભાઈ આહીરનો ડાયરો યોજાશે

બગથળા ગામે આવેલ નકલંક જગ્યાની સ્થાપના સ્વ. મહંત મીઠાભગત દ્વારા કરવામાં આવી હતી અને વિક્રમ સવંત ૧૮૭૫ માં સ્થાપનાના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા મહંત દામજી ભગત અને ગ્રામજનોના સહયોગથી સંવત ૨૦૭૪ ના ચૈત્ર સુદ બીજને સોમવારે તા. ૧૯-૦૩ થી શિવમહાપુરાણનો પ્રારંભ થયો છે જે તા. ૨૭ સુધી ચાલશે. કથાનો સમય દરરોજ સવારે ૯ થી બપોરે ૧૨ : ૩૦ સુધી વક્તા ગીરીબાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે.

શિવ મહાપુરાણ મહાયજ્ઞ દરમિયાન વિવિધ ધાર્મિક મહોત્સવની પણ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ધૂન ભજનની રમઝટ સહિતના રાત્રીના નિયમિત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તો આગામી સોમવારે તા. ૨૬ ના રોજ પ્રસિદ્ધ કલાકાર માયાભાઈ આહીર ભજનની રમઝટ બોલાવશે. ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં માયાભાઈ આહીર સહિતના કલાકારો રમઝટ બોલાવશે તો આ ડાયરાનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા સમસ્ત બગથળા ગામ અને નકલંક જગ્યાના મહંત દામજી ભગતે નિમંત્રણ પાઠવ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat