Billboard ad 1150*250 Billboard ad 1150*250

માળિયા હાઈવે પર ટ્રકચાલકે રાહદારી યુવાનને અડફેટે લેતા ઈજા પહોંચી

 

માળિયા હાઈવે પર ટ્રકના ચાલકે રાહદારી યુવાનને ઠોકરે ચડાવતા યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો જે બનાવની નોંધ કરી પોલીસે વધુ તપાસ ચલાવી છે

માળિયાના માતમ ચોકના રહેવાસી આશીફ ઈશાભાઈ જેડા (ઉ.વ.૨૨) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક જીજે ૧૨ બીવી ૫૮૪૦ ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો હાઈવે પર વિશાલા ગેલોપ્સ હોટેલ પાસે ટ્રકચાલકે ફરિયાદી આશીફ જેડાને અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજા પહોંચાડી હતી માળિયા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat