


મોરબીમાં સુસાઈડ પોઈન્ટ બની ગયેલ મયુરપુલ પરથી આજે વહેલી સવારે એક વૃધ્ધાએ ઝંપલાવી આયખું ટુંકાવ્યું છે વહેલી સવારે આપઘાતના બનાવથી લોકોના ટોળા એકત્ર થયા હતા
મોરબીના મયુર પુલ પરથી પડતું મૂકી એક મહિલાએ આપઘાત કર્યાના બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મૃતક મહિલા જયાબેન ગીધુભાઈ દેવીપુજક (ઊવ ૬૦) હોવાનું જાણવા મળ્યું છે તેમજ વૃદ્ધ મહિલા છેલ્લા એકાદ માસથી માનસિક બીમારીથી પીડાતા હોય જેને લીધે આ પગલું ભર્યું હોય તેવી માહિતી પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે વહેલી સવારે સાત વાગ્યાના સુમારે વૃધ્ધાએ આપઘાત કર્યાની માહિતી પ્રાપ્ત થઇ છે.

