ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસ અને ઓખા-દહેરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ પુનઃસ્થાપિત

 

તૂતીકોરીનઓખા વિવેક એક્સપ્રેસનો ખંભાળિયા સ્ટેશન પર સ્ટોપેજ પુનઃસ્થાપિત

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ભાટિયા સ્ટેશન પર ટ્રેન નંબર 16734/16733 ઓખા-રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસનું સ્ટોપેજ પુનઃસ્થાપિત કર્યું છે. ઉપરાંત, ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસનું ખંભાળિયા સ્ટેશન પર સ્ટોપેજ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે કોરોના મહામારી દરમિયાન રેલવે પ્રશાસન દ્વારા ઉપરોક્ત તમામ સ્ટોપેજ રદ કરવામાં આવ્યા હતા, જે હવે સ્થિતિ સામાન્ય થતાં પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરોક્ત તમામ સ્ટોપેજ પ્રાયોગિક ધોરણે છ મહિનાના સમયગાળા માટે આપવામાં આવ્યા છે.

રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 16733 રામેશ્વરમ-ઓખા એક્સપ્રેસ ભાટિયા સ્ટેશન પર 10.10.2022 થી 09.00 કલાકે આવશે અને 09.02 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 16734 ઓખા – રામેશ્વરમ એક્સપ્રેસ 11.10.2022 થી ભાટિયા સ્ટેશન પર 09.35 કલાકે આવશે અને 09.37 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 19565 ઓખા – દેહરાદૂન ઉત્તરાંચલ એક્સપ્રેસ 14.10.2022 થી ભાટિયા સ્ટેશન પર 11.06 કલાકે આવશે અને 11.08 કલાકે ઉપડશે.

તેમજ ટ્રેન નંબર 19567 તુતીકોરીન – ઓખા વિવેક એક્સપ્રેસ 12.10.2022 થી ખંભાળિયા સ્ટેશન પર 01.19 કલાકે આવશે અને 01.21 કલાકે ઉપડશે.

ટ્રેનોના સ્ટોપેજ, માળખા અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

 

Comments
Loading...
WhatsApp chat